-
કેન્દ્રની ભાજપ સરકારે જમ્મુ-કાશ્મિર રાજ્યમાં શાંતિ સ્થાપવા અલગગાવવાદીઓ સાથે વાતચીત કરવાની પહેલ કરી છે ત્યારે બીજી તરફ કાશ્મિરના શોપિયામાં ભાજપના યુવા મોરચાના અગ્રણી એવા ગૌહર અહમદ બટની ઘાતકી રીતે હત્યા કરતાં ભાજપમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરીને ગૌહરની હત્યાને વખોડીને કહ્યું હતું કે આતંકીઓ આ રીતે કાશ્મિરના યુવાનોને મુખ્ય ધારામાં આવતાં રોકી શકશે નહીં. ગૌહરનું અપહરણ કરીને તેના ઘરથી 6 કિ.મી. દૂર હત્યા કરીને બગીચામાં ફેંકી દિધો હતો. ગૌહર સરકારના આરોગ્ય વિભાગમાં કામ કરતો હતો. ભાજપના આ યુવા નેતાની અંતિમ યાત્રામાં સેંકડો લોકો જોડાયા હતા. આ હત્યાની ઘટનાને પગલે જે કાશ્મિરી યુવાનો ભાજપ તરફ વળી રહ્યાં હોય તેઓ તેનાથી ગભરાઇને પીછેહઠ કરવાની શક્યતા છે.