કલમ 370 હટાવવામાં આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે બુધવારનાં એક સમીક્ષા બેઠક કરી, જેમાં જુમ્માની નમાઝ અને આવતા અઠવાડિયે બકરી ઇદની તૈયારીઓ પર ચર્ચા કરી. બેઠકમાં અધિકારીઓએ રાજ્યપાલને જણાવ્યું કે ઈદનાં અવસર પર જાનવર ખરીદવા માટે ઘાટીમાં વિવિધ જગ્યાએ મંડી બનાવવામાં આવશે. આ ઉપરાંત રાશનની દુકાનો, મેડિકલ સ્ટોર્સ અને ખાવા-પીવાની જગ્યાઓ પણ આ અવસર પર ખોલવાનું કહેવામાં આવ્યું છે.
રાજ્યપાલે આદેશમાં કહ્યું કે, “જમ્મુ-કાશ્મીરનાં જે વિદ્યાર્થીઓ બીજા રાજ્યમાં ભણે છે અને ઈદનાં તહેવાર પર ઘરે આવવા ઇચ્છે છે, તેમની મદદ કરવામાં આવશે. તો જે વિદ્યાર્થીઓ ઘરે નથી આવી શકતા તેમના માટે તહેવાર આયોજિત કરાવવા માટે એક-એક લાખ રૂપિયા નિમવવામાં આવેલા અધિકારીઓને આપવામાં આવે.” રાજ્યપાલે આદેશ આપ્યો કે, “ડેપ્યૂટી કમિશ્નરની ઑફિસમાં ટેલીફોન બૂથ લગાવવામાં આવે જેથી બીજા રાજ્યોમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના ઘરે વાત કરી શકે.”