ભારતીય મૂળના કાશ પટેલે અમેરિકાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી FBIના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. શનિવારે (22મી ફેબ્રુઆરી) આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. તે FBIનું નેતૃત્વ કરનારા નવમા વ્યક્તિ બન્યા. વોશિંગ્ટન ડીસીમાં આઈઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગ ખાતે આયોજિત એક સમારોહમાં યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ તેમને શપથ લેવડાવ્યા હતા. ચાલો જાણીએ કે કાશ પટેલના પરિવારનો આણંદ સાથે શું છે કનેક્શન...