એક સમયે કરતારપુર કોરિડોર દ્વારા ભારત સાથે મંત્રણાના દ્વાર ખોલવાના પ્રયાસો કરી રહેલા પાકિસ્તાને હવે આ યોજના પર જ આડોડાઇ શરૂ કરી દીધી છે. કરતારપુર કોરિડોરના સંચાલન માટે પાકિસ્તાને ભારતના તમામ પ્રસ્તાવો નકારી પોતાની શરતો અને નિયમો લાદ્યા છે. ભારતે પ્રસ્તાવ મૂક્યો હતો કે, શિખોના સૌથી પવિત્ર ધામો પૈકીના એક કરતારપુર કોરિડોરને આખા વર્ષ માટે ખુલ્લો મૂકવામાં આવે પરંતુ પાકિસ્તાને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. પાકિસ્તાને ભારતનો પ્રસ્તાવ નકારી કાઢતા જણાવ્યું છે કે, ફક્ત ૭૦૦ તીર્થયાત્રી જ કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબમાં દર્શન કરી શકશે.