કેન્દ્ર સરકારે બિહારના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરની આજે એટલે કે 24 જાન્યુઆરીએ 100મી જન્મજયંતી પર મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. તેઓ બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા. કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણાં સમયથી ઉઠી રહી હતી. એવામાં જાણીએ કે ભારત રત્ન આપવાની શરુઆત કોણે કરી અને અત્યાર સુધીમાં કેટલા લોકોને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે...