હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ નામના આશ્રમમાં બેંગાલુરુના એક પરિવારનાં ચાર બાળકોને ગોંધી રાખવા મામલે શુક્રવાર રાતથી શરૂ થયેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ શનિવારે પણ પરિવારને આશ્રમમાં પ્રવેશ અપાયો ન હતો. ફેસબુક લાઈવ કરી યુવતીએ પોતે આશ્રમમાં જ રહેવા માગે છે તેવી કેફીયત રજૂ કર્યા પછી પોલીસતંત્રએ પણ યુવતી વયસ્ક હોવાથી આ મામલે કાંઈ થઈ શકે નહીં તેમ કહી મામલાને થાળે પાડ્યો હતો. જો કે આજે આ બાળકોના પરિવારના સમર્થનમાં કરણીસેના ઉતરી આવી છે. કરણી સેનાએ નિત્યાનંદ આશ્રમમાં હોબાળો કર્યો છે અને કાર્યકરો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા હતા. તેમજ ગુમ યુવતીની તપાસ કરી હતી. જેને પગલે Dysp સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી કાર્યકરોને સમજાવી બહાર કાઢ્યા હતા. ત્યાર બાદ કાર્યકરોએ આશ્રમ બહાર ધરણા કર્યા હતા.