બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનસહિત અન્ય મોટા અભિનેતાઓને લઈને બનાવવામાં આવેલી વેબ સીરિઝ 'તાંડવ' ને લઈને વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ સહિત અન્ય રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. હિન્દુ સંગઠનો દેવી-દેવતાઓના અપમાન કરતા દ્રશ્યોનો વિરોધ કરી રહ્યા છે. હવે કરણી સેના વિવાદમાં કૂદી છે.
મહારાષ્ટ્ર કરણી સેનાના પ્રમુખ અજયસિંહ સેંગર નો એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ તાંડવનો ખુલ્લીને વિરોધ કરી રહ્યા છે. સાથે જ ચેતવણી આપતા પણ નજરે પડી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, 'તાંડવ વેબ સીરિઝમાં કલાકારો અને દિગ્દર્શકે દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. આ અપમાન કરનારની કોઈ જીભ કાપીને લાવશે તો મહારાષ્ટ્ર કરણી સેના ઈનામ સ્વરૂપે એક કરોડ રૂપિયા આપશે.'