કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ સોમવારે વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર થયો છે અને ભાજપ સરકારે બહુમતી સાબિત કરી દીધી છે. આ દરમિયાન સ્પીકર રમેશ કુમારે પણ રાજીનામુ આપી દીધું છે. તેમણે કહ્યું છે કે, હું આ પદ છોડવા માંગુ છું અને જે ડેપ્યૂટી સ્પીકર છે તે જ હવે આ પદ સંભાળશે.