કર્ણાટકમાં વિશ્વાસ મત મુદ્દે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પત્ર લખીને શુક્રવારે બપોરે 1.30 કલાક સુધીમાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. પરંતુ તેમની વાતને અવગણીને વિધાનસભા સ્પીકર રમેશકુમારે સદનની કાર્યવાહી 22 જુલાઈ સુધી સ્થગિત કરી દીધી. રાજ્યપાલે વળી પાછી ફરીથી ડેડલાઈન આપી હતી અને શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીમાં બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. પરંતુ આમ છતાં તેની અવગણના થઈ. આ બાજુ કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ અલ્ટિમેટમ આપતા કહ્યું કે સોમવાર એચડી કુમારસ્વામીની સરકાર માટે છેલ્લો દિવસ હશે.