કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની સરકાર રહેશે કે જશે, તેના પર તમામ લોકોની નજર છે. બીજી તરફ સત્તા પ્રાપ્ત કરવાનું 'નાટક' રાજ્યમાં વધતું જઇ રહ્યું. વિધાનસભા સ્પીકરે પહેલા વિશ્વાસ મત માટે ગુરૂવારનો દિવસ નક્કી કર્યો હતો, જો કે સાંજ થતા જ સદનને એક દિવસ માટે સ્થગીત કરી દીધું હતું. જે અંગે ભાજપ ભડક્યું હતું. તેણે માંગ કરી કે ફ્લોર ટેસ્ટ આજે જ કરવામાં આવે. રાજ્યપાલે સ્પીકરને કહ્યું કે, તેઓ ગુરૂવારે જ વિશ્વાસમત પ્રાપ્ત કરવા અંગે વિચાર કરે. જો કે સ્પીકરે સદન એક દિવસ માટે સ્થગીત કરી દીધું. હવે ભાજપનાં ધારાસભ્યો આખી રાત વિધાનસભામાં ધરણા કરવાનો દાવો કરી રહ્યા છે.
કર્ણાટકમાં વધતા રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ વજુભાઇ વાળાએ હવે મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીને પત્ર લખીને કહ્યું કે, તેઓ શુક્રવારે બપોરે 01.30 વાગ્યા સુધીમાં પોતાની બહુમતી સાબિત કરે. આ અગાઉ રાજ્યપાલે વિધાનસભા સ્પીકરને આગ્રહ કર્યો હતો કે તેઓ ગુરૂવારે જ ફ્લોર ટેસ્ટ અંગે વિચારણા કરે. જો કે સ્પીકરે સદનને એક દિવસ માટે સ્થગીત કરી દીધું હતું.