કર્ણાટકમાં કોન્ટ્રાક્ટર સંતોષ પાટિલની આત્મહત્યાના કેસમાં ભારે દબાણનો સામનો કરી રહેલા ભાજપના નેતા અને મંત્રી ઇશ્વરપ્પાએ કેબિનેટમાંથી રાજીનામુ આપ્યું હતું. તેની સાથે તેમણે હુંકાર કર્યો હતો કે હું આ કેસમાંથી નિર્દોષ બહાર નીકળી ફરીથી મંત્રી બનીશ.
મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈને મળીને ઇશ્વરપ્પાએ રાજીનામુ આપ્યું છે. આને લઈને ઇશ્વરપ્પાના સમર્થકોમાં ઘણો ગુસ્સો છે. તેને લઈને તેમણે સીએમ હાઉસની બહાર દેખાવો પણ કરવા માંડયા છે.
સંતોષ પાટિલ સોમવારે ઉડુપીમાં મૃત્યુ પામેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. મૃત્યુના થોડા સમય પહેલા તેમણે તેમના મિત્રને સંદેશો મોકલ્યો હતો. તેમા તેમણે પોતાના મોત માટે મંત્રી ઇશ્વરપ્પાને જવાબદાર ઠેરવ્યા હતા. મર્યાના થોડા દિવસ પહેલા સંતોષ પાટિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ચિઠ્ઠી લખી હતી. તેમા જણાવ્યું હતું કે ઇશ્વરપ્પા તેમની પાસે કામના બદલામાં કમસેકમ ૪૦ ટકા કમિશન માંગી રહ્યા છે.