NDAમાં વધુ એક પક્ષ જોડાયો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીની જેડીએસે ભાજપ સાથે રાજ્યમાં વિપક્ષના રૂપે કામ કરવાની જાહેરાત કરી છે. કુમારસ્વામીએ કહ્યું કે, તેમના પક્ષે કર્ણાટકમાં વિપક્ષ તરીકે ભાજપ સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો છે. કુમારસ્વામી પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવેગોડાના સુપુત્ર છે. અગાઉ તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. જોકે NDA સાથે ગઠબંધનની જાહેરાત કરતી વખતે કુમારસ્વામીએ એમ પણ કહ્યું કે, 2024ને લઈ ગઠબંધન પર હજુ નિર્ણય લીધો નથી.