કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટર, ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. ગત વર્ષે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓએ આ પક્ષ પલ્ટો કર્યો હતો, પરંતુ આજે ગુરૂવારે તેઓ ફરી પાછા તેઓના મૂળ-પક્ષમાં (ભાજપમાં) જોડાયા છે. તેઓના આ નિર્ણય વિષે સ્પષ્ટતા કરતાં શેટ્ટરે કહ્યું : 'મારે તો ભાજપ સાથે ઘણાં વર્ષોનો સંબંધ છે અને મારા ઘણા મિત્રો તથા શુભેચ્છકો મને ફરી પાછા મારા મૂળપક્ષમાં જોડાવા આગ્રહ કરી રહ્યા હતા.'
તેઓ જ્યોતિષમાં પણ માને છે તેથી આજે સવારે શુભમુહૂર્તમાં રાજ્ય પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદીપુરપ્પા કેન્દ્રના મંત્રીઓ ભૂપેન્દર યાદવ, અને રાજીવ ચંદ્રશેખર તથા કર્ણાટક પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ વિજયેન્દ્ર તથા કર્ણાટક ભાજપના મીડીયા હેડ અનિલ બાલુનીની ઉપસ્થિતિમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.