કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને એક મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે એક દિવસ પહેલા જ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામુ આપીને ભાજપ છોડી દીધુ હતુ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શેટ્ટારને પાર્ટીમાં સામેલ કરવા માટે બેંગ્લોરમાં પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમણે શેટ્ટારનુ પાર્ટીમાં સ્વાગત કર્યુ હતુ.