કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. બીજેપીના મેનિફેસ્ટોના એક દિવસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કર્ણાટક માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. આ પ્રસંગે પાર્ટી અધ્યક્ષ ઉપરાંત કર્ણાટકના પૂર્વ CM અને વિપક્ષના નેતા સિદ્ધારમૈયા, રાજ્ય પાર્ટી અધ્યક્ષ ડીકે શિવકુમાર અને અન્ય નેતાઓ હાજર હતા.