કોંગ્રેસ તરફથી કર્ણાટકીની ત્રણ હવાઈ પટ્ટી પર તૈનાત કરવામા આવેલા નાના જહાજમાં દરેક પાર્ટીના એક રાજ્ય સ્તરના જવાબદાર નેતાને આ જવાબદારી આપી છે કે, તે જીતનારા ધારાસભ્યોને ળઈને આ ફ્લાઈટમાં બેંગલુરુ લઈને આવે.
કેમ કે કોંગ્રેસ વધારે મત વિસ્તારની સીટો પર આગળ ચાલી રહી છે, એટલા માટે કર્ણાટકમાં પાર્ટી કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, ભાજપની ભૂંડી હારથી કાર્યકર્તાઓ નારાજ થઈ ગયા છે.
આવા સમયે કર્ણાટક ચૂંટણીની સ્થિતીને લઈને અમિત શાહે દિલ્હીમાં ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ તમામની વચ્ચે એક નવી અપડેટ આવી રહી છે કે, ભાજપ કુમારસ્વામીના પક્ષમાં જશે.