કર્ણાટક વિધાનસભા ચૂંટણી અંતર્ગત 10 મેના રોજ નાખવામાં આવેલા મતની ગણતરી રાજ્યભરના 36 કેન્દ્રો પર સવારે 8 કલાકથી શરુ થશે. ચૂંટણી અધિકારીઓ પરિણામ વિશે એક સ્પષ્ટ તસ્વીર બપોર સુધીમાં સામે આવવાની આશા છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપરાંત જેડીએસની વચ્ચે ટક્કર જોવા મળશે. આ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી પરિણામોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ટોચના નેતાઓે, રાજ્યના મુખ્યમંત્રી તથા ભાજપ નેતા બસવરાજ બોમ્મઈ, કોંગ્રેસ નેતા સિદ્ધરમૈયા અને ડીકે શિવકુમાર તથા જેડીએસ નેતા એચડી કુમારસ્વામી સહિત કેટલાય અન્ય નેતાઓની હાર-જીતની ખબર પડી જશે.