કર્ણાટક વિધાનસભા ચૂંટણી હેઠળ 10 મેના રોજ મતદાન બાદ આજે મતગણતરી શરૂ થઈ ચૂકી છે. મતગણતરી રાજ્યના 36 સેન્ટર પર સવારના 8 વાગ્યાથી શરૂ થઈ છે. ચૂંટણીપંચ અનુસાર લગભગ 2 વાગ્યા સુધીમાં ચોક્કસ તસવીર સામે આવી જશે.
ભાજપના મોટા નેતાઓ તેમની સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે. મધુસ્વામી, શ્રીરામુલુ, રેણુકાચાર્ય, બીસી પાટીલ, એસટી સોમશેકર, એમટીબી નાગરાજ, ડો. સુધાકર, વી સોમન્ના, સુરેશ કુમાર પોતપોતાની સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, ટ્રેન્ડમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો બેંગલુરુમાં પાર્ટી કાર્યાલયની બહાર ઉજવણી કરે છે. બીજી તરફ કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ કર્ણાટક પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમારને મળવા પહોંચવા લાગ્યા છે.