કર્ણાટક વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તમામ પક્ષોએ જીત માટે પુરી તાકાત લગાવી દીધી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ માટે છઠ્ઠી મે ખુબ જ મહત્વનો દિવસ છે. કારણ કે આ દિવસે વડાપ્રધાન મોદી 38 કિમીનો રોડ શો કરશે તો કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી હુબલીમાં એક રેલીમાં સંબોધન કરશે.
કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સોનિયા ગાંધી 6 મેના રોજ કર્ણાટકના હુબલીમાં એક રેલીમાં સંબોધન કરશે. સોનિયા ગાંધીની 6 મેની મુલાકાત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેઓ અત્યાર સુધી પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને AICC મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નેતૃત્વ હેઠળના કર્ણાટક અભિયાનથી દૂર રહ્યા છે.