કર્ણાટકમાં 10મેએ યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ 7 ઉમેદવારોની એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આ યાદી મંગળવારે મોડી રાતે જાહેર કરી. આ યાદીમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટાર હુબલી-ધારવાડથી ચૂંટણી લડશે. આ પહેલા શનિવારે કોંગ્રેસે તેના ચૂંટણી ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી.