કર્ણાટકમાં શનિવારે કોંગ્રેસ અને જેડીએસના ૧૩ બળવાખોર વિધાનસભ્યોએ સ્પીકરને રાજીનામાં આપી દેતાં સંકટમાં આવી પડેલી ૧૩ મહિના જૂની એચ. ડી. કુમારસ્વામી સરકાર માટે મંગળવારનો દિવસ મહત્ત્વનો છે. સ્પીકર આ રાજીનામાં વિશે નિર્ણય લેવાના છે અને જો રાજીનામાં સ્વીકારી લેવામાં આવે તો કુમારસ્વામીની સરકાર અલ્પમતમાં આવી જાય એમ છે. સોમવારે અપક્ષ વિધાનસભ્ય અને પ્રધાન એચ. નાગેશે પ્રધાનમંડળમાંથી રાજીનામું આપીને કુમારસ્વામીની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો અને ભાજપની નવી સરકાર બને તો તેને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો. આ પત્ર તેમણે રાજ્યપાલ વજુભાઈ વાળાને આપી દીધો છે. બીજી તરફ કુમારસ્વામી સરકારમાં પ્રધાન રહેલા અપક્ષ વિધાનસભ્ય આર. શંકરે પણ પ્રધાનમંડળમાંથી રાજીનામું આપીને ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ સાથે ભાજપને સમર્થન આપનારા વિધાનસભ્યોની સંખ્યા વધીને ૧૦૭ થઈ છે.