કર્ણાટકમાં કોંગ્રેસ હાલ ફુલ એક્શન મોડમાં જોવા મળી રહી છે. બહુમતિની સંભાવનાઓ દેખાતા હવે કોંગ્રેસ કોઈ કચાશ રાખવા માંગતી નથી. હાલ બીજેપીના ઘણા મોટા નેતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે હવે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. સત્તાધારી બીજેપીને સત્તા પરથી ઉતારવા હાલ કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે.