કર્ણાટકમાં જનતા દળ (સેક્યુલર) અને કોંગ્રેસની ગઠબંધન સરકાર સામે સંકટ છવાયું છે ત્યારે વિપક્ષમાં રહેલી ભાજપે સરકાર રચવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ અને જેડીએસના ૧૩ વિધાનસભ્યોએ શનિવારે રાજીનામાં આપી દીધાં છે. એક વિધાનસભ્યે શુક્રવારે રાજીનામું આપ્યું હતું. આના પગલે મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીની સરકાર પર સંકટ છવાયું છે. એવી ચર્ચા છે કે હજી વધુ વિધાનસભ્યો રાજીનામાં આપી શકે એમ છે.વોક્કાલિગા સમુદાયના કાલભૈરવેશ્વર મંદિરના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા અને રોકાણકારોને આકર્ષવા માટે મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી અમેરિકામાં છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ દિનેશ કુંડુરાવ બ્રિટનમાં છે. તેઓ બન્ને રવિવારે બેંગ્લુરૂ પહોંચશે એવું જાણવા મળે છે.