કર્ણાટકમાં આજે ઈદે મિલાદ જુલુસ દરમિયાન 2 જુથો વચ્ચે ઘર્ષણ થવાની ઘટના સામે આવી છે. રાજ્યના શિમોગામાં ઈદે-મિલાદનું જુલુસ કાઢવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન નજીવા મુદ્દે બે જૂથો સામસામે આવી ગયા છે. બંને પક્ષોની મારા મારી વચ્ચે પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. દરમિયાન ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે.