કર્ણાટકમાં ઉડીપી અને મેંગ્લોરમાં યોજાતી પરંપરાગત કંબાલા રેસ એટલે કે ભેંસોની રેસમાં જોકી તરીકે તેમની પાછળ દોડનાર શ્રીનિવાસ ગૌડા સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે,આ રેસમાં તેઓ વિશ્વના સૌથી ઝડપી દોડવીર ઉસેન બોલ્ટ કરતા પણ વધારે ઝડપથી દોડ્યા હતા.ગૌડાએ 100 મીટરનુ અંતર માત્ર 9.55 સેકન્ડમાં કાપ્યુ હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. એ પછી રમત ગમત મંત્રી કિરણ રિજ્જુએ ગૌડાને ટ્રાયલ માટે આમંત્રણ આપ્યુ હતુ.જોકે હવે ગૌડાએ 100 મીટરની ટ્રાયલ આપવાની ના પાડી દીધી છે.