કર્ણાટકમાં ચાલી રહેલ હિજાબનો વિવાદ હવે હત્યા સુધી પહોંચી ગયો છે. જાણવા મળ્યું છે કે, રાજ્યના શિમોગા જિલ્લામાં બજરંગ દળના કાર્યકરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. મૃત્યુ પામનાર કામદારનું નામ હર્ષ જણાવવામાં આવી રહ્યું છે. 26 વર્ષીય હર્ષની કથિત હત્યા બાદ શિમોગામાં સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. એટલું જ નહીં સમગ્ર વિસ્તારમાં CrPCની કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. ગૃહમંત્રી અરગા જ્ઞાનેન્દ્રએ (Home minister Araga Jnanendra) કહ્યું કે, સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે શહેરની સીમામાં આવેલી શાળાઓ અને કોલેજો બે દિવસ બંધ રહેશે.