સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) એ 5 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ સૈયદ સુહેલ, ઉમર, જાનિદ, મુદાસિર અને ઝાહિદ તરીકે થઈ છે. એવી આશંકા છે કે તેઓએ બેંગલુરુમાં બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી. આ પાંચેય લોકો 2017ના એક હત્યાના કેસમાં આરોપી હતા અને પરપ્પના અગ્રાહરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા. ત્યાં તેઓ બધા આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા હતા. સીસીબીએ વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી છે