કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણને પગલે કર્ણાટકના બેંગલુરૂમાં 14થી 22 જુલાઈ સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે જણાવ્યું કે, આ લૉકડાઉન બેંગલુરૂના શહેરી અને ગ્રામીણ બન્ને ક્ષેત્રોને લાગૂ પડશે.
કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયૂરપ્પાએ જણાવ્યું કે, “કર્ણાટક સરકારે બેંગલુરૂના શહેરી અને ગ્રામીણ ક્ષેત્રોમાં 14 જુલાઈ રાત્રે 8 વાગ્યાથી 22 જુલાઈ સવારે 5 વાગ્યા સુધી, એક અઠવાડિયા માટે સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કર્યું છે.”
જો કે લૉકડાઉન દરમિયાન જીવન જરૂરી સેવાઓને છૂટ આપવામાં આવી છે. સરકારના આદેશ અનુસાર, મેડિકલ, શાકભાજી, ફળો, ગ્રોસરીની દુકાનો ખુલ્લી રહેશે. આ સિવાય પહેલાની જેમ જ પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષાઓ પણ યોજાશે.