દેશમાં કોરોના વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે, જે ચિંતાજનક છે. ત્યારે બોલીવુડમાં કોરોનાનો બીજો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ચેન્નઈ એક્સપ્રેસ તથા રા.વન જેવી ફિલ્મના પ્રોડ્યૂસર કરીમ મોરાનીની દીકરી શાઝાનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. શાઝાને મુંબઈની નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે અને મોરાની પરિવારને ક્વૉરન્ટીન કરવામાં આવ્યો છે.
જણાવી દઇએ કે, બોલિવૂડમાં કોરોના વાયરસનો આ બીજો કેસ છે. આ પહેલાં બેબી ડોલ ફૅમ સિંગર કનિકા કપૂરનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેને લખનઉની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવી હતી. જો કે હાલ તેનો રિપોર્ટ નેગેટિવ આવતા અંતે કનિકાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે.