કરીના કપૂરે મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપની (પુરુષ-મહિલા બંને) ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. કરીનાએ બંને ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો અને આ પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
કરીના સેમી ફોર્મલ વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી હતી, જેમાં તેણે ખાખી ટ્રાઉઝર સાથે મેચિંગ બ્લેઝર તથા બ્લેક શર્ટ પહેર્યો હતો. કરીના ઘણી જ સિમ્પલ લાગતી હતી. ટ્રોફીના અનાવરણ પહેલાં કરીનાએ કહ્યું હતું, એ સાંજનો હિસ્સો બનીને તેને પોતાની પર ગર્વ થઈ રહ્યો છે. તે એ તમામ મહિલાઓનો ઉત્સાહ વધારવા ઈચ્છે છે, જે પોતાના દેશ માટે રમે છે. તેમને આ રીતે આંતરરાષ્ટ્રીય મંચ પર જોઈને સશક્તિકરણનો અહેસાસ થાય છે. ઉલ્લેખનીય છે કે 2020મા ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આઈસીસી મેન્સ ટુર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર અને મહિલા ટૂર્નામેન્ટ 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાશે.