ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવને હૃદયરોગનો હુમલો થયો છે. મળતા રિપોર્ટ મુજબ તેમને દિલ્હીની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે છાતીમાં દુખાવા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હાર્ટમાં બ્લોકેજના કારણે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ હાલ તેઓ ખતરાથી બહાર છે. કપિલ દેવની ઉંમર 61 વર્ષની છે.