દિલ્હી કાંઝાવાલા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી કરી. આજ રોજ કેસના છઠ્ઠા આરોપીની ધરપકડ કરી છે. એવું જાણવા મળી રહ્યું છે કે છઠ્ઠો આરોપીએ કારનો માલિક છે જેની નીચે યુવતીને ખેંચવામાં આવી હતી. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, અકસ્માત બાદ જ આરોપીએ કાર માલિકને ઘટનાની જાણકારી આપી હતી. જેનું એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે, જેમાં તમામ આરોપીઓ કારમાંથી નીચે ઉતરીને ઓટોમાંથી ભાગી જતા પણ દેખાઈ રહ્યા છે. ઓટો પહેલેથી જ ત્યાં ઊભી હતી, જેમાં બેસીને તમામ આરોપીઓ ભાગી ગયા હતા. કારમાંથી નીચે ઉતર્યા બાદ એક આરોપી પણ નીચે નમીને કારની જોતો ફૂટેજમાં દેખ્યો હતો.