ન્નડ અને તમિલ ફિલ્મોની સુપ્રસિદ્ધ હીરોઇન રાન્યા રાવ સોનાની દાણચારી કરતાં પકડાઈ છે. તેની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ ધરપકડ કરી. રાન્યાએ શરીર, જાંઘ અને કમર પર ટેપ લગાવી પોતાના કપડા અને જેકેટની અંદર સોનું છુપાવી દાણચોરી કરી હતી. એક ટ્રિપમાંથી તે ૧૩ લાખ કમાતી હતી. તેણે ગયા વર્ષે ૩૦ વખત દુબઈની ટ્રિપ મારતા તે ડીઆરઆઇની નજરમાં આવી હતી.