હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયેલી કંગના રનૌત સાથે ચંદીગઢ એરપોર્ટ પર ઘટના સામે આવી છે. CISFની એક મહિલા સૈનિકે તેને થપ્પડ મારી છે. કંગનાએ ખેડૂત આંદોલનમાં મહિલા ખેડૂતોને લઈને એક નિવેદન આપ્યું હતું. આનાથી આહત એક CISF મહિલા સૈનિક કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી હતી. કુલવિંદર કૌરને કસ્ટડીમાં લેવામાં આવી છે.