કંગના રનૌતે રવિવારે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી. તેની સાથે થયેલા અન્યાય વિશે વાત કરી હતી. આ પછી કંગનાએ જણાવ્યું કે, ગવર્નર આપણા બધાના અભિભાવક છે. જેવી રીતે મારી સાથે ખરાબ વર્તન થયું છે, તે વિશે વાત કરી છે. આશા રાખું છું કે, મને ન્યાય મળશે, જેથી યુવતીઓ સહિત તમામ નાગરિકોનો સિસ્ટમ પ્રત્યેનો વિશ્વાસ જળવાઇ રહેશે. હું નસીબદાર છું કે, રાજ્યપાલે એક દીકરીની જેમ મારી વાતો સાંભળી.
નોંધનીય છે કે, રાજ્યપાલ સાથેની મુલાકાત દરમિયાન કંગના રનૌત સાથે તેની બહેન રંગોલી ચંદેલ પણ હતી. બીજીતરફ રવિવારે સવારે અભિનેત્રીએ કરણીસેનાના કાર્યકર્તાઓ સાથે તેના ઘરે મુલાકાત કરી હતી.