બરાબર રાત્રીના 12 ના ટકોરે શંખનાદ, ઝાલરનાદ, ઘંટનાદ વચ્ચે આતશબાજીની જમાવટ સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકીના ગગનભેદી જયઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવના હરખભેર વધામણા કરાવવામાં આવ્યા હતા. આ સાથે જ દ્વારકા, શામળાજી,ડાકોર, સહિત રાજ્યભરના મંદિરો કૃષ્ણમય બની ગયા હતા. રાત્રે કર્ણપ્રિય મટકીગીતોના ગાન સાથે કૃષ્ણભકિતના ગીતોની રમઝટ બોલાવાવવામાં આવી હતી.