સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામ પહેલીવાર સમરસ થયું. પંચાયતી રાજ આવ્યા બાદ વર્ષોથી આ ગામમાં ચૂંટણી થતી હતી, પણ આ વખતે આગેવાનોએ સાથે બેસી ગામને સમરસ બનાવવાનો નિર્ણય કર્યો. ગામના સરપંચ તરીકે અનિલ રાદડીયાની પસંદગી થઈ. ગ્રામજનોએ વર્ષો જૂના વેરઝેર ભૂલ્યા અને ગામમાં ધુમાડાબંધ ભોજન સમારોહ યોજાયો. સરપંચે દરેક વોર્ડની મુલાકાત લઈ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી.