અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરીસે પ્રમુખ પદના ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. તેઓએ કહ્યું : જનસામાન્યનો શક્તિભર્યો પ્રચાર મને વિજયી બનાવશે જ. સોશ્યલ મીડીયા ઠ ઉપર આ જાહેરાત કરતા તેઓએ કહ્યું ''હું એક મત માટે અથાક પ્રયત્ન કરીશ'' આજે મેં પ્રમુખ પદ માટેનું નામાંકન પત્ર ભર્યું છે. તે સાથે મેં અમેરિકાના પ્રમુખ પદ માટેની ઉમેદવારી સત્તાવાર રીતે જાહેર કરી છે. એક એક મત માટે હું સખત પરિશ્રમ કરીશ અને નવેમ્બરમાં લોકશક્તિથી પ્રબળ બનેલો મારો ચુંટણી પ્રચાર મને વિજયી બનાવશે.