મધ્યપ્રદેશમાં રાજકીય ઉથપ-પાથલ વચ્ચે કમલનાથ સરકાર સંકટમાં ઘેરાતી જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, મધ્યપ્રદેશ કોંગ્રેસના 15થી 17 ધારાસભ્યો બેંગ્લુરુ ભેગા થઇ ગયા છે. જેમાંથી મોટાભાગના ધારાસભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક છે. રાજકીય ચર્ચા મુજબ મધ્યપ્રદેશ કોંગ્રેસના 6 મંત્રીઓ સહિત આશરે 17 જેટલા ધારાસભ્યો જે જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકો માનવામાં આવે છે તેઓ એક ચાર્ટર્ડ વિમાનથી બીજેપી શાસિત કર્ણાટકના બેંગ્લુરુ ચાલ્યા ગયા છે અને તેઓ પાર્ટી બદલવાની તૈયારી કરી રહ્યા છે.
સૂત્રો મુજબ ગાંધી પરિવારથી અત્યંત નજીક જ્યોતિરાદિત્ય સિંધિયા હાલમાં દિલ્હીમાં છે અને આ મુદ્દે મંત્રણા કરી રહ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી કમલનાથ પર રાજકીય સંકટથી બહાર નીકળવા માટે સોમવારે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. બેઠક પછી તેમણે રાજ્યમાં બધુ ઠીક હોવાની વાત કરી હતી, પરંતુ મધ્યપ્રદેશના રાજકારણની સ્થિતિ તેમના નિવેદનથી તદન વિરુદ્ધ હોવાના સંકેત મળી રહ્યા છે.