Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંપાદક : રમણીક ઝાપડિયા
પ્રકાશક : કલાતીર્થ ટ્રસ્ટ, સુરત
અનેક ધારાઓ વડે સદીઓથી સમૃદ્ધ થયેલી ગુજરાતી - તા આપણને ગૌરવ અને ગરિમાથી અંકિત ગર્વાન્વીત  સાતા આપે છે. ગુજરાતી હોવું એ કે એક વરદાન છે. રામના પુત્ર કુશ ની જ્યાં રાજધાની હતી, કૃષ્ણની જે કર્મભૂમિ છે, શંકરાચાર્ય અને વલભાચાર્યના મહાન કર્મોનું જ્યાં આરાધન થયું છે, ભારતના દ્વાદશ જ્યોતિર્લિંગ માંથી જ્યાં બે લીંગ આવ્યા છે, માં ભગવતી નું હૃદય જ્યાં પૂજાય છે તે અંબાજી જ્યાં આવેલ છે, જૈન અને બૌદ્ધ ધર્મનું જ્યાં મહત્વનું ધર્મકાર્ય થયું છે, સૂર્યપુત્રી ભાદર અને તાપી જ્યાં વહે છે ,કેવળ સ્મરણથી જ મોક્ષ આપનારી નર્મદા જ્યાં વહે છે, દ્વારિકા અને સોમનાથને આરાધવા વર્ષોથી ભરતખંડના લોકો જેની યાત્રા કરે છે એવી ઋષિ મુનિઓની પ્રિય એવી આ ગુર્જરભૂમિ છે. કુદરતે ગુજરાતને ઘણું આપ્યું છે અને ગુજરાતે વિશ્વને ઘણું આપ્યું છે. અહીંના સાગર, નદી, પર્વત, રણ, અરણ્યાના સૌંદર્યના સ્ત્રોત અનુપમ છે. અહીંના મેદાનો ધનધાન્યથી ફળદ્રુપ છે, અહીંના પશુ-પંખી જગતનો સમૃદ્ધ વારસો છે. ભારતની પ્રાચીનતમ પ્રજા અહીં વસે છે. અહીં જ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિના પારણા બંધાયા છે. વીરપુરુષોની આ ભૂમિ છે. સતીસંતની આ ધરા છે.અહીંના ભૌતિક અને આધ્યાત્મિક વખાણ જેટલા કરીએ તેટલા ઓછા જ પડે.
 ગુજરાતી લોકો સંસ્કૃતિ પ્રિય અને કલાપ્રિય છે. સાહસિક અને વ્યાપારીબુદ્ધિ હોવાને કારણે સમૃદ્ધિ પણ એમને વરી છે. સહિષ્ણુતા અને સંવાદિતામાં માનનારા આ રાજ્યના લોકોએ છેક પ્રાચીનકાળથી જ દરેક ધર્મનો સમાદર કર્યો છે. સમ્રાટ અશોકના શિલાલેખ હોય કે બૌદ્ધ ધર્મના સાધનાકેન્દ્ર વલભીપુર જેવું જૈન ધર્મનું મહાકેન્દ્ર હોય કે પારસીઓની અગિયારીઓ ગુજરાતમાં ધાર્મિક અને સાંપ્રદાયિક સૌહાર્દનાં અનેક સાંસ્કૃતિક કેન્દ્રો છે. હિન્દુ, જૈન, બૌદ્ધ ,મુસ્લિમ, શીખ ,ઇશાઈ, પારસી જેવા અનેક ધર્મોના ધર્મસ્થાનો અહીં છે. મંદિર, ગુફા મસ્જિદ, ચર્ચ, અગિયારી, ગુરુદ્વાર નું ધાર્મિક સ્થાપત્ય ગુજરાતમાં વિપુલતા ધરાવે છે. કિલ્લા, તોરણ ,જલકુંડ, કૂવા, વાવ, તળાવ, મિનારા, મહેલો, હવેલીઓ જેવું ધર્મનિરપેક્ષ બાંધકામ પણ બહુ જ છે. ભારતના પ્રથમ મંદિર તરીકે સુખ્યાત ગોપના મંદિરથી લઈને અક્ષરધામ સુધીનું સ્થાપત્યકીય સૌંદર્ય ગુજરાતનો આગવો કલા વારસો છે. એમાં કલા ,સૌંદર્ય, અલંકારણ ,સુશોભનની સુદીર્ઘ અને બહુ આયામી પરંપરાઓ છે.. શૈલી અને કૌશલની રીતે અનેક પરીપાર્ટીઓ છે. આ બધું સમગ્ર રીતે જોઈએ તો આપણને આનંદ સાથેનું આશ્ચર્ય થાય છે.પૂર્વસૂરિઓએ ગુજરાતને જે સાંસ્કૃતિક વારસો આપ્યો છે એ આપણી બહુ મોંઘી મૂડી છે એનું સમગ્ર દર્શન ગુજરાતની ગરિમાનું ધોતક છે. આવી પુણ્યસલિલા ગુજરાત ભોમમાં માનવસર્જિત એ આશ્ચર્ય છે તેને અશંત: રજૂ કરતો આ ગ્રંથ એટલે ગુર્જરધરાની સાંસ્કૃતિક ધરોહર- 'કલાવૈભવ' મંદિરો ,સ્મારકો, ઐતિહાસિક તથ્યોને આ ગ્રંથમાં સમાવવા પ્રયાસ કર્યો છે. ગુજરાતે સ્થાપત્ય અને શિલ્પક્ષેત્રે જે વારસો આપણને ધાર્યો છે તેને જુદી રીતે મૂકી આપવાનો નમ્ર પ્રયાસ છે. કલાગંગોત્રીના મૂળ આશય રૂપે સંશોધનાત્મક લેખન આપવા પ્રયાસ કર્યો છે એમાં નવી કલમ અને નવા લેખકોને પ્રોત્સાહન આપીને ગુજરાતી કલા લક્ષી લેખન સમૃદ્ધ બને એવો આશય છે. સંશોધનની નૂતન દિશા ખુલે એ માટે નરોતમ પલાણ, પ્રો. રામજી સાવલિયા, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, નરેશ અંતાણી, કનુ પટેલ, નિસર્ગ આહીર ,સવજી છાયા, દલપત દાણીધરીયા જેવા કલાલેખન કરતા કલા વિવેચકો છે તેમ ડૉ. સતીશચંદ્ર વ્યાસ, અજય રાવળ, નરેશ શુક્લ અને પ્રિયંકા જોશી જેવા સાહિત્યકારોને પણ કલા લેખન કરવા માટે આમંત્રિત કર્યા છે ગુજરાતની સ્થાપત્ય અને શિલ્પાકલાની અનેક બાબતો આ ગ્રંથ દ્વારા વ્યાપક પ્રમાણમાં સામે આવશે. ગુર્જર ભોમની ગૌરવ ગાથારૂપ કેટલીક સાંસ્કૃતિક અને કલાકીય ઉપલબ્ધિઓને સમાવતા ગુર્જરધરાની સાંસ્કૃતિક ધરોહર "કલાવૈભવ "ગ્રંથ 312 જેટલા પુષ્ટો સાથે વૈભવી બન્યો છે. સંશોધન ક્ષેત્રે કામ કરનારા અનેક કલાર્થિઓ, કલાસાધકો પુરાતત્વવિદો, ઇતિહાસકારોને સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગી બનશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ