વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ 26 અને 27 જાન્યુઆરીએ ચીનની બે દિવસની મુલાકાત કર્યા બાદ મોટી ખુશખબરી સામે આવી છે. વિદેશ મંત્રાલયે મોટી જાહેરાત કરી કહ્યું છે કે, 2025ની ગરમીની સિઝનમાં ફરી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે. આ ઉપરાંત બંને દેશોમાં વહેતી નદીઓનો ડેટા પણ શેર કરવામાં આવશે અને નિષ્ણાંતો સાથે મુલાકાત પણ થશે. એવી પણ જાહેર કરાઈ છે કે, બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવા સૈદ્ધાંતિક સંમતી પર વાતચીત કરવામાં આવશે.