ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અને પુડુચેરીના લેફટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રી સાથે ત્રણ કલાક ચર્ચા કરી હતી. એવું કહેવાય છે કે રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થા તેમજ વહીવટી તંત્ર જેવા મુદ્દાઓ સામેલ હતા.
આ મુલાકાત એવા સમયે થઇ છે કે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થવા આવ્યું છે. રાજ્ય મંત્રીમંડળમાં ફેરફારના ઇસ્યુ ઘણાં લાંબા સમયથી પેન્ડીંગ છે ત્યારે આ મુલાકાતે ફરીથી આ મુદ્દાને જીવંત કર્યો છે. મહત્ત્વનું છે મુખ્યમંત્રીના ગાંધીનગરના નિવાસસ્થાને આ બેઠક યોજાઇ હતી.