કાબુલની ભરચક બજારમાં બુધવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં બે બાળકો સહિત ૧૧ને ઇજાઓ થઇ હતી. આ વિસ્ફોટ કોણે કર્યો તે જાણવા મળ્યું નથી. તાલિબાનો પૈકી પણ કોઇએ તે અંગે કશી જાણકારી આપી નથી. કાબુલનાં પામીર સિનેમા વિસ્તારમાં ચાલતી સેકન્ડ હેન્ડ કપડાં બજારમાં એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ચલાવાતાં સર્જિકલ સેન્ટર પાસે થયેલા આ વિસ્ફોટમાં ૩ વર્ષની એક બાળકી અને ૪ વર્ષના એક બાળકને ઇજાઓ થઇ હતી તેમ તે સ્વૈચ્છિક સંસ્થાના ડાયરેક્ટર સ્ટીફેનો ગેનારો સ્મર્નોદે જણાવ્યું હતું.