ભારતે કાબુલ એરપોર્ટ નજીક થયેલા ઘાતક બોમ્બ બ્લાસ્ટની આકરી ટીકા કરી છે. ભારતે કહ્યુ છે કે આ બ્લાસ્ટએ એક વાર ફરી દુનિયાને આતંકવાદ વિરૂદ્ધ એક થવાની વાત પર જોર આપ્યુ છે.
વિદેશ મંત્રાલયે કહ્યુ કે આ આતંકી હુમલાઓએ આતંક અને આતંકવાદીઓને શરણ આપનારા વિરૂદ્ધ દુનિયાને એકમત સાથે ઉભા થવાની આવશ્યકતાને સુદ્રઢ કર્યા છે. ગુરૂવારે કાબુલ એરપોર્ટ નજીક બે આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓ તરફથી ભીડ પર કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 72 લોકોના મોત થઈ ગયા છે.
જેમાં 13 અમેરિકી સૈનિક છે જ્યારે અન્ય અફઘાન નાગરિક છે. હુમલામાં 140થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISIS-K ( ISIS-Khorosan ) એ ઘાતક હુમલાની જવાબદારી લીધી છે.