ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડ દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ બનશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતે તેમના ઉત્તરાધિકારી એટલે કે દેશના આગામી સીજેઆઈ તરીકે કેન્દ્ર સરકારને ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના નામની ભલામણ કરી છે. કેન્દ્રને પત્ર મોકલતા પહેલા મુખ્ય ન્યાયાધીશ લલિતે મંગળવારે સુપ્રીમ કોર્ટના બધા જ જજોની બેઠક બોલાવી હતી. પરંપરા મુજબ દેશના વર્તમાન સીજેઆઈ તેમના ઉત્તરાધિકારીની ભલામણ કરવાનો ઔપચારિક પત્ર સરકારને મોકલે છે.