કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદ મધ્યે રવિવારે મહારાષ્ટ્રની જનતા જોગ સંદેશામાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, હું ચૂપ છું તેનો અર્થ એ નથી કે મારી પાસે કોઇ જવાબ નથી. મહારાષ્ટ્ર સરકાર અત્યારે અત્યંત પ્રતિકૂળ સમયમાં કામ કરી રહી છે. અત્યારે હું રાજનીતિની વાત કરવા માગતો નથી. મહારાષ્ટ્રને બદનામ કરવાનો જે સિલસિલો ચાલી રહ્યો છે તેના પર હું સીએમપદનું માસ્ક ઉતારીને વાત કરીશ. રાજનીતિ અને જાહેર આરોગ્ય પર બોલતાં ઉદ્ધવે જણાવ્યું હતું કે, હું બંને વચ્ચે સંતુલન જાળવી લઇશ.
હું ચૂપ છું
હું કોઇપણ રાજકીય તોફાનનો સામનો કરવા તૈયાર છું. હું કોરોના મહામારી સામે પણ લડીશ. ઠાકરેએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી અમે કોરોના મહામારીના મોરચે ઘણાં કામ કર્યાં છે. અમે રાજકીય કટોકટી સામે પણ લડત આપીશું. મહારાષ્ટ્રમાં કુદરતી કે રાજકીય ગમે તે પ્રકારનાં તોફાન આવે સરકાર તેની સામે લડી રહી છે.