સરકારે સરકારી અને અર્ધ સરકારી (જીએમઈઆરએસ)મેડિકલ કોલેજોના ઈન્ટર્ન્સ્, રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં વધારો કરતો ઠરાવ રવિવારે કરી દીધો છે પરંતુ સરકારે આ વર્ષે 40 ટકાને બદલે 20 ટકા વધારો કરતા અને ત્રણને બદલે હવેથી પાંચ વર્ષે સ્ટાઈપેન્ડમાં વદારો થશે તેવી જોગવાઈ કરતા જુનિયર ડોક્ટરો-રેસિડેન્ટ ડોક્ટરોએ ભારે વિરોધ કર્યા છે અને આજથી હડતાળ પર જવાની જાહેરાત કરી દીધી છે.
ગુજારાતની છ સરકારી મેડિકલ કોલેજો અને 13 જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના તમામ ઈન્ટર્ન ડોક્ટરો તથા પ્રથમથી માંડી ત્રીજા વર્ષના તમામ રેસિડેન્ટ ડોક્ટરો સહિત 7 હજારથી વઘુ જુનિયર ડોક્ટરો આજથી હડતાળ પર જશે. જેથી ફરીએકવાર દર્દીઓ ને હેરાન થવાનો વારો આવશે. કારણકે જુનિયર ડોક્ટરો હડતાળ પર જશે તો સરકારી હોસ્પિટલોમાં ઓપીડીથી માંડી ઓપરેશનોને મોટી અસર થશે