ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 48 કલાક મેઘરાજા મૂશળધાર વરસશે તેવી હવામાન વિભાગની આગાહી છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે જુનાગઢમાં આવતીકાલે તમામ શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે.
વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે તમામ શાળાઓમાં રજાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો સરકારી સ્ટાફને હેડકવાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા વરસાદી સીઝનમાં પ્રથમ વખત એક સાથે 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે અને બીજા 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તેથી ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઇ શકે છે.