એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ અતિવૃષ્ટીને કારણે જગતના તાતની સ્થિતિ માઠી બની છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે દર વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બને છે પરંતુ આ વર્ષે વધુ વરસાદને કારણે પણ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે જૂનાગઢના ખેડૂતનો કપાસનો પાક નિષ્ફળ જતાં તેણે પોતાના જ ખેતરમાં સળગીને આપઘાત કરી લીધો.
મળી રહેલી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં રહેતા બાબુભાઈ પોંકિયાએ પોતાના ખેતરમાં આ વર્ષે કપાસનો પાકનું વાવેતર કર્યું હતું. ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ જતા તેઓ ટેન્શનમાં રહેતા હતા. જેના કારણે તેમને ભારે નુકાસન આવતા દેવામાં ડૂબી જશે તેવો ડર સતાવતો હતો.