જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં ભડકા થવાની ધીરે ધીરે શરૂઆત થઈ ગઈ છે.પાર્ટીથી નારાજ થઈને શહેર કોંગ્રેસ વિનુ અમીપરા પહેલા જ રાજીનામુ આપી ચુક્યા છે તો હવે જૂનાગઢ બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય ભીખા જોશી પણ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. પાર્ટીના વારિષ્ઠ નેતા ભીખા જોશી પોતાના સમર્થક કાર્યકર્તાઓને ટીકીટ નહીં મળતાં નારાજ થયા છે.
ભીખા જોશીએ દાવો કર્યો હતો કે મેં કોંગ્રેસ પ્રત્યેની વફાદારી ક્યારેય છોડી નથી. ભાજપ તરફથી 25 કરોડ અને મંત્રીપદનો પ્રસ્તાવ હોવા છતાં મેં કોંગ્રેસ છોડી નથી પરંતુ હવે પાર્ટીના જ કેટલાક લોકો મારી રાજનીતિનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નિરીક્ષકો મારી પાસે આવ્યા અને મને યાદી આપી હતી અને કહ્યું હતું કે આ બધાની ટિકિટ ફાઇનલ છે . મેયર પદ માટે મારે ફોર્મ ભરવાનું હતું તે છતાં અમારી બધાની ટિકિટ કાપી છે.